પાવર ટીલર સહાય યોજના: 85 હજારની સહાય મેળવવા માટે અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ-અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાતમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, બાગાયતી કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન મૂકવામાં આવે છે.

પાવર ટીલર સહાય યોજના

આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Power Tiller Sahay Yojana 2022 (8 BHP થી વધુ) & પાવર ટીલર સહાય યોજના (8 BHP થી ઓછા) સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજના– હાઇલાઇટ્સ

યોજનાનું નામપાવર ટીલર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થીગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમઆ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2022

પાવર ટીલર સહાય યોજનાનો ઉદેશ્ય

  • ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Power Tiller Sahay Yojana 2022 માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • Power Tiller Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

પાવર ટીલર યોજના ગુજરાતમાં મળવાપાત્ર લાભ

Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પાવર ટીલર સહાય યોજનાની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમયોજના હેઠળ સમાવેશ પેટા સ્કીમનું નામ
1SMAM
2AGR 2 (FM)
3AGR 3 (FM)
4AGR 4 (FM)
5રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના

સામાન્ય વર્ગના ખેડૂતો માટે

  • સામાન્ય જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય વર્ગના,નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે

  • આ જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

Also Read:

Recent Posts

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટClick Here
HomePageClick Here

Leave a Comment