મોદી સરકાર આપશે નવો ધંધો કરવાની તક,કરી શકાશે અઢળક કમાણી જાણો સંપૂર્ણ માહિતી

જો તમે કોઈ ધંધા ની શોધ માં છો તો આજે અમે તમને એક એવા ધંધા વિશે જણાવીશું, જેમાં કેન્દ્ર સરકાર તમને ખૂબ મોટી આવક મેળવવાની તક આપી રહી છે. તમે મેડિકલ ક્ષેત્રમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો. આમ પણ કોરોનાકાળ દરમિયાન મેડિકલ સેક્ટરની ડિમાન્ડ વધી ગઈ છે.

કેન્દ્ર સરકારે (Central Government) લોકોને જનરિક દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર( Pradhanmantri Jan Aushadhi Kendra) ખોલવાની તક આપી રહી છે અને તે માટે સરકાર મદદ પણ કરી રહી છે.

જન ઔષધી કેન્દ્રમાં વધારો

સરકાર જન ઔષધી કેન્દ્રની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. સરકારે દેશભરમાં માર્ચ 2024 સુધી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રની સંખ્યા વધારીને 10000 કરવાનો ટાર્ગેટ રાખ્યો છે સામાન્ય લોકો માટે દવાઓનો ખર્ચ થોડો ઓછો થાય તે હેતુથી જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવી રહ્યા છે.

જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે યોગ્યતા

જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સરકારે ત્રણ કેટેગરી બનાવી છે પહેલી કેટેગરીમાં કોઈપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, કોઈ ડોક્ટર કે રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર જન ઔષધી કેન્દ્ર ખોલી શકે છે. ત્યાં જ બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, NGO, વેગેરેનો સમાવેશ થાય છે અને ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારની તરફથી નક્કી કરવામાં આવેલી એજેન્સીઓને તક મળે છે. એટલે કે જો તમે જન ઔષધી કેન્દ્ર ખોલવા માંગતા હોવ તો તમારી પાસે ડી.ફાર્મ કે બી.ફાર્મની ડીગ્રી હોવી જોઈએ.

અપ્લાય કરતી વખતે ડિગ્રીને પ્રુફની રીતે સબબિટ કરવું જરૂરી હોય છે. PMJAY અનુસાર Sc., St. તેમજ દિવ્યાંગ આવેદનકર્તાઓને ઔષધી કેન્દ્ર ખોલવા માટે 50000 રૂપિયા સુધીની એડવાન્સ રકમ આપવામાં આવે છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રના નામથી દવાની દુકાન ખોલવામાં આવે છે.

અરજી પ્રક્રિયા

જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે સૌથી પહેલા રિટેલ ડ્રગ સેલ્સનું લાયસન્સ ઔષધી કેન્દ્રના નામથી લેવાનું હોય છે. તે માટે અધિકારીક વેબસાઈટ janaushadhi.gov.in પરથી ર્ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમારે એપ્લિકેશન ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરના નામથી મોકલવાનું રહેશે.

કેવી રીતે થશે આવક

જન ઔષધી કેન્દ્રમાં દવાઓની વેચાણ પર 20 ટકા સુધીનું કમિશન મળે છે. આ કમિશન મહિને થનાર વેચાણ પર અલગથી 15% સુધી પણ આપવામાં આવે છે. આ યોજના પ્રમાણે દુકાન ખોલવા માટે ફર્નિચર અને અન્ય ખર્ચ માટે સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા સુધીની મદદ મળે છે. બિલિંગ માટે કમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવા માટે પણ સરકાર પચાસ હજાર રૂપિયા સુધીની મદદ કરે છે.

1 thought on “મોદી સરકાર આપશે નવો ધંધો કરવાની તક,કરી શકાશે અઢળક કમાણી જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment