પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022 | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના sarkari yojana gujarat | પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના સમાચાર | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ | પી એમ કિસાન ટેકટર યોજના | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે. આ યોજના હેઠળ દર 4 મહિને, 2000 રૂપિયા સીધા લાભાર્થી ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ ટેકનિકલ ખામી કે કાગળો ન હોવાના કારણે ઘણા ખેડૂતોને તેમનો હપ્તા સમયસર મળતો નથી.
31 મેના રોજ આ યોજના હેઠળ, 10 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાનું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. દર ચાર મહિને ખેડૂતના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર થાય છે. આ રકમથી ખેડૂતો ખાતર, બિયારણ જેવા નાના ખર્ચાઓ કાઢી શકે છે. જે ખેડૂતોના ખાતામાં આ રકમ પહોંચી નથી તો જોઈલો આ ખાસ માહિતી.
પીએમ કિસાન યોજના | PM Kisan Samman Nidhi
જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. સરકારે આ યોજનામાં અત્યાર સુધીમાં ઘણા ફેરફારો કર્યા છે. જો તમને પણ આ સ્કીમનો લાભ મળતો હોય તો તેને લગતા મહત્વના કામો તરત જ કરી લો, નહીં તો તમારો આગામી હપ્તો અટકી જશે. જો તમે અત્યાર સુધી આ સ્કીમ હેઠળ ekyc કરાવ્યું નથી, તો જલ્દી કરાવો, કારણ કે ekyc ની છેલ્લી તારીખ નજીક છે.
કેન્દ્ર સરકારની જાહેરાત
કેન્દ્ર સરકારે હવે આ યોજનાનો લાભ મેળવવા માટે eKYC ફરજિયાત બનાવ્યું છે. સરકારે આ માટે 31 જુલાઈની સમયમર્યાદા નક્કી કરી છે. આ માહિતી પીએમ કિસાન પોર્ટલ (pmkisan.gov.in) પર આપવામાં આવી છે. PM કિસાન વેબસાઈટ પરના ફ્લેશ મુજબ, ‘તમામ PMKISAN લાભાર્થીઓ માટે eKYCની અંતિમ તારીખ 31 જુલાઈ 2022 છે’. નોંધનીય છે કે અગાઉ તેની અંતિમ તારીખ 31 મે, 2022 હતી. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી ekyc નથી કર્યું, તો આજે જ કરી લો. સરકાર હવે તેની સમયમર્યાદા વધારવાના મૂડમાં નથી.
Also Read: રાષ્ટ્રીય આરોગ્ય મિશન ખેડા-નડિયાદ દ્વારા ભરતી ૨૦૨૨
ફરજીયાત કરવું પડશે eKYC
તમને જણાવી દઈએ કે eKYC વિના તમારો આગામી હપ્તો અટકી શકે છે. વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો છે. PM કિસાન પોર્ટલ પર કહેવામાં આવ્યું છે કે આધાર આધારિત OTP વેરિફિકેશન માટે ખેડૂતોએ કિસાન કોર્નરમાં e-KYC ઓપ્શન પર ક્લિક કરવું પડશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે નજીકના CSC સેન્ટરની મુલાકાત લેવી પડશે. આ કામ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપથી પણ કરી શકો છો. ચાલો જાણીએ તેની પ્રોસેસ.
કેવી રીતે કરવું eKYC
- આધાર આધારિત OTP વેરિફિકેશન માટે કિસાન કોર્નરમાં ‘EKYC’ ઓપ્શન પર ક્લિક કરો
- બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરો.
- તમે તેને તમારા મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી ઘરે બેસીને પૂરુ કરી શકો છો.
- આ માટે સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
- જમણી બાજુએ તમને આવા ટેબ્સ મળશે.
- ટોપ પર E-KYC લખેલું હશે, જ્યાં તમે ekyc કરી શકો છો.
હેલ્પલાઇન નંબર
તમામ ખેડૂતોને તેમના ખાતામાં આરામથી કિસાન સન્માન નિધિનો હપ્તો મળે તે સરકાર સુનિશ્ચિત કરી રહી છે. તેથી ઈન્ટરનેટ દ્વારા ખેડૂતોની પહોંચ સરળ બનાવવામાં આવી રહી છે. જો ખેડૂતો ઈચ્છે તો પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર- 011-23381092 પર સંપર્ક કરી શકે છે. ખેડૂતો તેમની ફરિયાદ ઈ-મેલ પણ કરી શકે છે. આ માટે ખેડૂતો pmkisan-ict@gmail.com પર ઈ-મેલ કરી શકે છે.