ખેડૂત પશુ વ્યાજ સહાય યોજના 2022 : ખેડૂતોને મળશે પશુ ખરીદવા માટે સહાય

પશુ વ્યાજ સહાય યોજના ૨૦૨૨ : પશુ વ્યાજ સહાય યોજના ૨૦૨૨: ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુની ખરીધી માટે લીધેલ લોન પર 12% સુધી વ્યાજ સહાય માટે યોજના જાહેર કરેલ છે. આ યોજના દ્વારા પશુપાલકો નવા પશુઓની ખરીધી કરી વધુ કમાણી કરી શકે છે. આ પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?, આ યોજના હેઠળ શું સહાય મળશે ?, ફોર્મ કઈ રીતે ભરવું ?, શું ડોક્યુમેન્ટ જોઈશે ? તથા અન્ય સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં આપેલ છે.

પશુ વ્યાજ સહાય યોજના 2022

આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પશુપાલનની યોજનાઓ હેઠળની એક યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપલકો ના વ્યવસાયને મહત્વ આપવું અને ગામ માં રોજગારનો આધારસ્તંભ બનાવવું છે. આ યોજના થકી વર્ષ 2022 સુધીમાં પશુપાલકોની આવક બમણી કરવા માટે આર્થિક પ્રોત્સાહનો દ્વારા ગ્રામ્ય સ્તરે પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવો. પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી પૂરી પાડે છે. આ પશુપાલનની યોજનાનો લાભ મેળવવા માટે I khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પશુ વ્યાજ સહાય યોજના 2022- હાઇલાઇટ્સ

યોજનાનું નામ:પશુ વ્યાજ સહાય યોજના
વિભાગનું નામ:કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
મળવાપાત્ર સહાયએક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય પુરી પાડવા બાબતની યોજના
લાભાર્થીગુજરાતના ખેડૂતો તથા પશુપાલકો
અરજીનો પ્રકાર:ઓનલાઈન
અરજી શરુ તારીખ:01/05/2022
અરજી માટે છેલ્લી તારીખ:31/07/2022

પશુ વ્યાજ સહાય યોજનાના લાભ

આ યોજના હેઠળ 1 થી 20 જેટલા દુધાળા પશુઓ ની ખરીદી માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. પશુપાલકને આ યોજના થકી કોઈ લોન આપવામાં આવતી નથી. પરંતુ પશુપાલકે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દુધાળા પશુઓ ખરીધવા માટે કોઈ લોન લીધેલ હોય તો તે લોનના વ્યાજમાં 12% જેટલી સહાય મળે છે. આ સહાય 5 વર્ષની સુધીની લોન મુદત પર મળે છે.

પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ કોને મળશે?

  • એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના, અનુસુચિત જનજાતિ અને રાજ્યના કોઇપણ પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

જો તમે ગુજરાત પશુપાલનની યોજનાઓ લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • પશુપાલકે 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી લોન લીધેલ હોવી જોઈએ.
  • આ લોન વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન લીધેલ હોય.
  • પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

પશુપાલન યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • અરજદારનો મોબાઈલ નંબર

Also Read:

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટClick Here
ઓનલાઈન અરજીClick Here
પશુપાલન ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ ચેક કરોClick Here
HomePageClick Here


Leave a Comment