ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ | ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે. તો બીજી તરફ શહેરમાં સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ થઇ ગઇ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

વિધાનસભાની ચુંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદ સહિત વડોદરામાં પણ કોર્પોરેશને લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજકોટમાં પણ રાજનેતાઓના પોસ્ટર અને બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરાઇ હતી.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
  • રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ
  • સરકાર દ્વારા વિવિધ પોસ્ટરો હટાવવાની પણ કામગીરી શરૂ
  • પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો

રાજ્યમાં આચારસંહિતાને પગલે હટાવાયા બેનરો

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેને લઈ પંચમહાલ જિલ્લામાં બેનર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ગોધરા પાલિકા દ્વારા રાજકીય પક્ષોના બેનર્સ હટાવાયા હતા. આ સાથે જાહેર યોજનાકીય નેતાઓના બેનરો પણ દૂર કરાયા છે. પાલિકા દ્વારા ગોધરા બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ સહિતના વિસ્તારોમાં બેનરો હટાવાયા છે.

રાજ્યનું પાટનગર એક્શન મોડમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ ગાંધીનગરના મનપા વિસ્તારમાં સરકારી જાહેરાતો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આચાર સંહિતા લાગુ થતા સરકારી જાહેરાતોના બેનરો ઉતરવાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં સરકારી જાહેરાતોના બેનરો અને પોસ્ટરો હટાવાશે.

રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નવસારી નગરપાલિકાની કચેરી બહાર દિવાળીની શુભેચ્છાનાં બેનરો હટાવાયા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા અમલી બનતા પાલિકાએ શહેરમાં ઠેર ઠેર લાગેલા રાજકીય પક્ષોના બેનર્સ દૂર કર્યા છે.

પદાધિકારીઓએ ગાડીઓ કરાવી જમા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેને લઈ વડોદરામાં પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ ગાડીઓ જમા કરાવી છે. આ સાથે નોડલ અધિકારીઓ દ્વારા શહેરમાં લગાવેલ રાજકીય પક્ષોના હોર્ડીગ ઉતારાયા છે.

અમદાવાદનું તંત્ર આવ્યું હરકતમાં

ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહિતા લાગુ થતાં અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઈ કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા પદાધિકારીઓની ગાડી જમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ અપાયો છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.

HomePageClick Here

Leave a Comment