ગુજરાત બોર્ડનું 2022-23 શૈક્ષણિક કેલેન્ડર જાહેર | ઉનાળુ વેકેશન | દિવાળી વેકેશન ની તારીખ

gseb academic calendar 2022-23 pdf | gseb holiday calendar 2022-23 | school activity calendar 2022-23 india | school holiday calendar 2022-23 | gseb holiday list 2022-23 | gujarat board 10th passing marks 2022 | passing marks out of 80 in gujarat board 2022 | gujarat board exam 2022

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તારીખ | gseb academic calendar 2022-23 pdf

2022-23ના શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર કરતાં શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબર 2022થી શરૂ થશે અને 18 ઓક્ટોબર 2022ના રોજ પૂર્ણ થશે. જ્યારે પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે. ધોરણ 9 માટેની પ્રખરતા કસોટી 7 ફેબ્રુઆરી 2023ના રોજ લેવાશે.

જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વખતે 14 માર્ચ 2023થી શરૂ થશે અને 31 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલ 2023થી શરૂ થઈ 21 એપ્રિલ 2023ના રોજ પૂરી થશે.

સ્કૂલોની વાર્ષિક પરીક્ષા તારીખ

આ 2022-23 ના કેલેન્ડર વર્ષ માં સ્કૂલની વાર્ષિક પરીક્ષા પણ 10 એપ્રિલે શરૂ થશે અને 21 એપ્રિલ સુધી ચાલશે. 5 જૂન 2023 થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી.સ્કૂલોમાં લેવાતી પરીક્ષા વર્ષ 2019-20માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ લેવામાં આવશે.

સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી યોજાશે. દ્વિતિય પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 સુધી યોજાશે. જ્યારે વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજશે.

ઉપયોગી લીંક

કેલેન્ડર ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

1 thought on “ગુજરાત બોર્ડનું 2022-23 શૈક્ષણિક કેલેન્ડર જાહેર | ઉનાળુ વેકેશન | દિવાળી વેકેશન ની તારીખ”

Leave a Comment