ગુજરાતમાં આજથી વધશે મેઘરાજાનું જોર, આગામી ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી

લાંબા વિરામ બાદ વરસાદે ફરી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. અને આવતાની સાથે જ ઉત્તર તથા દક્ષીણ ગુજરાતને ધમરોળવાનું શરુ કરી દીધું છે. સાથે જ હવામાન વિભાગ એ સૌરાષ્ટ્ર ને પણ એલર્ટ આપી દીધું છે. જુઓ બીજા કયા કયા જીલ્લામાં વરસાદની આગાહી આપી છે અમારી આ પોસ્ટની અંદર. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે news.pmviroja.co.in ને નિયમિતપણે તપાસતા રહો.

ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 647 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 જેટલા તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 101 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 102 તાલુકામાં 10થી 20 ઈંચ સુધી વરસાદ ખાબક્યો. તો રાજ્યના 14 તાલુકામાં 5થી 10 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં 74.89% પાણી

76.21% વરસાદના કારણે રાજ્યમાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 28.90% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 45.29% પાણી, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 74.89% પાણી, કચ્છના 20 ડેમોમાં 70.09% પાણી અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 58.41% પાણીનો સંગ્રહ જોવા મળ્યો.

અત્રે તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 8,9,10 ઓગસ્ટે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ મહિનાથી અત્યારસુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોના પાક કોઈ ખતરો ઊભો થયો નથી પણ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. 9 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાત વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

સોમવારે આ વિસ્તારમાં વરસાદ થશે

સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ
પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ
દીવ,ગાંધીનગર,ખેડા,અમદાવાદ,આણંદ
ભરૂચ,ભાવનગર,બોટાદ,દમણ

મંગળવારે આ વિસ્તારમાં વરસાદ થશે

નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા
સુરત, ડાંગ,છોટાઉદેપુર,નર્મદા
તાપી, સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર
બોટાદ,અરવલ્લી, ખેડા,અમદાવાદ,આણંદ

10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

પાક નુકસાની સહાય ટૂંક સમયમાં થશે જાહેર

ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. સર્વેનું સપૂર્ણ કામગીરી પૂર્ણ થયે સહાયની જાહેરાત કરવામા આવશે.

Also Read:

1 thought on “ગુજરાતમાં આજથી વધશે મેઘરાજાનું જોર, આગામી ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી”

Leave a Comment