અમરેલી રોજગાર ભરતી મેળો 2022: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના સયુંકત ઉપક્રમે ઔદ્યોગિક સંસ્થા અમરેલી માં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ અને ITI પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે. આ ભરતી મેળો 22 સપ્ટેમ્બર 2022 ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) અમરેલી ખાતે યોજાશે.
અમરેલી રોજગાર ભરતી મેળો
સુખમા સન્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ, વિઠલાપુર (અમદાવાદ) અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ, વડોદરા દ્વારા એસોસીએટ/હેલ્પર અને ટ્રેઇની કેન્દ્ર મેનેજરની જગ્યાઓ ભરવા માટે અમરેલીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં ફક્ત અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલા ઉમેદવાર જ ભાગ લઈ શકશે. દિવ્યાંગ ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે નહીં.
અમરેલી રોજગાર ભરતી મેળો – હાઈલાઈટ્સ
કચેરીનું નામ
તાલીમ રોજગાર અને વિનિમય ની કચેરી,ગાંધીનગર
પોસ્ટનું નામ
એસોસીએટ/હેલ્પર, ટ્રેઇની કેન્દ્ર મેનેજર
ભરતી મેળાનું સ્થળ
ITI,અમરેલી
ભરતી મેળાની તારીખ
22 સપ્ટેમ્બર 2022
ભરતી મેળાનો સમય
સવારે 11:00 કલાકે
ઓફિશિયલ વેબસાઈટ
anubandham.gujarat.gov.in
પોસ્ટ
કમ્પનીનું નામ
જગ્યાનું નામ
સુખમા સન્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ, વિઠલાપુર (અમદાવાદ)
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anubandham.gujarat.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.રજિસ્ટ્રેશન કર્યા બાદ જોબ ફેર મેનુમાં જઈને અમરેલી જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ભરતી મેળા માં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો તથા આધારકાર્ડ ની નકલ સાથે ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ) અમરેલી ખાતે તારીખ 22/09/2022 ના રોજ સવારે 11:00 કલાકે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.