JEE નું રિઝલ્ટ આવી ગયું, સુરતનો મહિત ગઢીવાલા દેશમાં 29 માં ક્રમે આ
વ્યો
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા આજે 8 ઓગસ્ટના રોજ જેઈઈ મેન સેશન 2 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પરીક્ષાનુ પરિણામ એનટીએ જેઈઈની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવ્યુ છે.
જેમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સુરતના મહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયામાં 29 મો રેન્ક મેળવ્યો છે.
જેઇઇ મેઇન 2022 માં સુરતના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયુ છે
સુરતના વિદ્યાર્થીઓના સતત પ્રયત્નોથી ઉજ્જવળ પરિણામ આવ્યું છે. સુરતના મહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયા લેવલે 29 મો રેન્ક મેળવ્યો છે.
મહિત ગઢવાલાએ ભૌતિક શાસ્ત્રમાં 99.9984528 ટકા મેળવ્યા છે.
તો સુરતના અન્ય વિદ્યાર્થી આનંદ શશીકુમારે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં 99.9982269% અને 100% સાથે ઓલ ઈન્ડિયા રેન્ક 58 મેળવ્યો છે.